Thursday, March 25, 2021

પતિ અને પત્ની ના ગુજરાતી જોક્સ

પત્ની : સાંભળો છો… હુ વાળ નાના કપાવુ.

પતિ : હા કપાવ.

પત્ની : કેટલી મહેનત થી વાળ લાંબા કર્યા છે…

પતિ : તો જવાદે નહીં કપાવ.

પત્ની : પણ હવે નાના વાળજ સારા લાગે છે…

પતિ : હા તો કપાવ.

પત્ની : મારી ફ્રેન્ડ કે છે નહીં સારા લાગે….

પતિ : તો જવાદે…. નહીં કપાવ…

પત્ની : પણ મને લાગે છે સારા લાગશે..

પતિ : હા તો કપાવ…

પત્ની : પણ કાપીશ તો ચોટલો કે અંબોડો નહી લઈ શકુ…

પતિ : તો જવાદે..નહી કપાવ.

પત્ની : કપાવીને જોવ તો ખરી કેવા લાગે છે…

પતિ : હા તો કપાવ…

પત્ની : મને એમ લાગે છે બગડી ગયા તો?….

પતિ : તો જવાદે…. નહી કપાવ…

Labels: ,